ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, February 1, 2016

ફરીસ્તાને  શેની ઘાત છે...?

ફરીસ્તાને  શેની ઘાત છે...?
સમયને ઉજાગરાની રાત છે,
મથ્યો છું હુ ને ઉકેલવા
એ મૃત્યુને પસ્તાવાની વાત છે.

ભીડમાં શેની એકાંત છે...?
હદયને વિરહની કલ્પાંત છે,
લાગ્યો છું હુ  જેને જીવવા
એ જિંદગી  મારાથી અજ્ઞાત છે.

સ્વપ્નમાં શેની ઉત્પાત છે...?
પલ્કોને ઝુકાવવાની વિસાત છે,
ભાગ્યો છું હુ  જેને રોકવા
એ દેહમા દુખોનો ઉલ્કાપાત છે.

વિચારોને શેની ખેરાત છે...?
અતીતને ભુલવાની નિરાંત છે,
થાક્યો છું હુ જેને છોડવા
એ "મૌન"ને મન જજબાત છે.
-મૌન✨
રમેશ મોઢવાડિયા

No comments:

Post a Comment