તમે જો નથી તેથી ઘણીયે વાર લાગે છે;
મને જીંદગી સાચે જ ત્યારે ભાર લાગે છે.
છવાયા તમે છો ચોતરફ બસ એટલા માટે;
મને આપના રૂપનાં ઘણાં અણસાર લાગે છે.
કહે છે મિત્રો કે "પ્રેમ થ્યો છે એમને મુજ પર";
કહું છું હું "આ તો એમનો વ્હેવાર લાગે છે."
ઘણી મેં છે કિંમત ચૂકવી આ પ્રેમમાં દોસ્તો;
મને પ્રેમમાં પણ આજ ભ્રષ્ટાચાર લાગે છે.
મળે છે બધાને જીંદગી જીવી જવા વરસો;
છતાં પણ કહે છે કે દિવસ તો ચાર લાગે છે.
નથી એ સિતારા, કે નથી એ આંસુ કોઈના;
મને તો હવે આકાશનો શણગાર લાગે છે.
ઉઠાવે તમારી લાશ વારંવાર સૌ "પ્રત્યક્ષ";
બધાને તમારી લાશનો લ્યો ભાર લાગે છે.
રવિ દવે "પ્રત્યક્ષ"
No comments:
Post a Comment