એને મળાશે આજ તો એવી દુઆ કરતો રહ્યો,
એને મળી ને વાત શું કરશું, હ્રદય ડરતો રહ્યો.
માંગી હતી જોને દુઆ એની ભલાઈ કાજ મે,
ને રોજ રાતે એક તારો ખુશ થઈ ખરતો રહ્યો.
આપી શકાશે શું હિસાબો લાગણીનાં કારણે?
ના માંગતો એતો હુ મારા શ્વાસને ધરતો રહ્યો.
માની હકીમોનું દવામાં રોજ પીતો મય ઘણી,
જાણી બધું આ વાતને હું હર ક્ષણે મરતો રહ્યો.
સમજી ગયો તાસીર સાગરની કિનારે હું જઈ,
"આભાસ" ઉચકી લાશને ભર સાગરે તરતો રહ્યો.
-આભાસ
No comments:
Post a Comment