દર્દ ને જ હું દવા બનાવું છું,
ઓસડ રોજ નવા બનાવું છું.
પ્હોંચે હ્રદયથી હ્રદય સુધી ,
મારગ એવા જવા બનાવું છું .
આંસુનું એક બુંદ મળે પાંપણે,
ભીની લાગણી સવા બનાવું છું.
ફકત એક ઝલક લઈ નૂરની,
રુંધ્યા શ્વાસ કાજે ધવા બનાવું છું.
ડૂબે છે વહાણ પ્રેમસાગરમાં
ભરોસાની નાવ તરવા બનાવું છું.
ના મળે કો ' બદનામી પ્રેમને
એકાદ બહાનું મરવા બનાવું છું .
'કૂંપળ થઈ ફૂટવા દો મને !,
ધરાના શ્વાસ કાજે હવા બનાવું છું .
' દાજી '
No comments:
Post a Comment