શોધવુંછે
દોડતું મન રોકવું છે
કયાંક હૈયું ખોલવું છે
બાગની ખુલ્લી હવામાં
વૃક્ષ ખોળે પોઢવું છે
ફૂલ હો કે હોય કાંટા,
મસ્ત થઇને ડોલવું છે
સત્ય કડવું હોયછે પણ
તોય સાચું બોલવું છે
કિંમતી તારું વચન છે
ત્રાજવે ના તોલવું છે
ના કબુલું હાર કો' દિ
જીતવાને દોડવું છે
કોઇ સરનામું નથી પણ
ઘર ગઝલનું શોધવું છે
ભારતી ગડા
No comments:
Post a Comment