ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે,
ઘાટ યાદોના ફરી તાજા મળે.
રાહ ને ચાહત નસીબે હો લખી,
ઈશ તણી શતરંજનાં પાસાં મળે.
વેદનાં વરસી પડે નૈનૌ થકી,
દશ્ય વ્યથાનાં અહીં ઝાઝા મળે.
લાગણીનું ક્ષેત્રફળ વધતું જશે,
સ્વજનો ચોમેર જો સાચાં મળે.
કેમ સમજાશે ચિત્રોની ક્રૂરતા,
શબ્દને પણ અર્થની ભાષા મળે.
અંધકારો જિંદગીના ભાગશે
દોસ્ત ખોયેલા અગર સાજા મળે.
ખેલ અઘરા આંટઘુંટી નાં સાલે,
ભાગ્ય કે,એ ગલી ને ખાંચા મળે.
દોડતા આવે હદયસંગી જનો,
મૃત્યુને ટાણે ઘણી શાતા મળે.
જોઇ લીધી છે અનેકી ભાંજગડ,
કાશ!'જ્ન્નત' નાં મને નાકા મળે.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment