તું મને સરનામું આપ,પ્રેમનું ઠેકાણું આપ.
જાહેરમાં ના આપે તો કૈ નહીં, છાનુંમાનું આપ.
કરી શકું પ્રેમ દિલથી, એવું કોઈ ટાણું આપ.
રહી શકું કેદ તારા દિલમાં, એવું ખાનું આપ.
મળી શકું રોજેરોજ ,એવું કોઈ બહાનું આપ.
વાંચી શકું દુઃખ દર્દ,એવું કોઈ પાનું આપ.
ગાઇ શકું હું ગુણગાન, એવું કોઈ ગાણું આપ,
યાદ રહે જિંદગીભર,એવું નજરાણું આપ.
-ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)
No comments:
Post a Comment