એની સાથે
મુલાકાત પહેલી
હથેળીમાં એની હથેળી
ખૂલી ડબક ડેલી
મઘમઘતી રેલી
હોઠ ચૂપ
મૂંગા મંતર
ભીતર કંપન
ભીના ભાવે લખવખવું
એકરાર હતો
થડકાર હતો
અજાણ્યો જૂનો આકાર હતો
તારનો લઈ ઉપહાર
માલા ગૂંથી
ત્યાં તો
હું તને ચાહું છુ્.....
જીંદગી એક પલમાં
ઉકેલવાની દઢતા સાથે
કોયલ ટહૂકી
દશદિશામાં લવકી
આંબે મંજરી
નોબત વાગે ખંજરી
કેકા મયૂરની
થનગનતું મોરપીચ્છ
અને
અંદરના ખડભડવું
થઈ ગ્યું
જંતરનો કેકારવ.....!
No comments:
Post a Comment