સાવ આમ જ છોડીને જવાનું?
કારણ તો પુછવુ હતું વ્યથાનું.
તું આમ વારે વારે રીસાય તો,
શું થશે મારા હ્રદયની દશાનું.
પ્રાણવાયુ ને બદલે ઝેર પણ ઓકે,
ક્યાં ઠેકાણું છે આ શહેરની હવાનું.
રાત આખી નીંદરનાં આવી પછી,
એક સપનું રોળાઈ ગયું મજાનું.
સાચવી લે જે 'આભાસ'ને ન'કા,
ધ એન્ડ થશે પછી મારી કથાનું.
-આભાસ
No comments:
Post a Comment