વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે
વર્ષોથી એ ઝાડની નીચે રાંદલમાનું દેરું છે
આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉભડક ઉભડક જીવે છે
મન, જાણ કેે કોઈ અજાણ્યા નેસે બાંધ્યું ઘેટું છે
એણે દીધી છે ઠીક કરવા પોતાની ઘડિયાળ કશે
લેવા આવેલા મૃત્યુને પણ લાગ્યું કે વહેલું છે
એણે પોતાના ખેતરમાં જઈ ને સરખું જોવાનું
જેને જેને લાગે છે કે મારું ખેતર રેઢું છે
અંતે કહેશે તારામાં ઊગવા લીધો તો જન્મ અમે
ધીરજ ધરજે શરૂ-શરૂમાં કહેશે કે તું ઢેફું છે
- સ્નેહી પરમાર
વંદન:પૂ.બાપુએ કથામાં મત્લાને ધન્યતા આપી
No comments:
Post a Comment