'વિશ્વ કવિતા દિન' ની શુભેચ્છાઓ
----------------------
તમે ક્યારેય તીરાડોનો ચિત્કાર સાંભળ્યો છે ?
જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો
તમે ક્યારેય લોહીલુહાણ ચીસોના ટોળા જોયા છે ?
જો ના જોયા હોય તો તમે આંધળા છો
તમે ક્યારેય 'કોઈ નથી' ની સાથે સંવાદ કર્યો છે ?
જો ના કર્યો હોય તો તમે મૂંગા છો
મને ખરેખર અફસોસ છે કે
તમને બોલતાં,સાંભળતા અને દેખતાં કરવા માટે
હું કવિતા લખ્યાં સિવાય
કશું જ કરી શકતો નથી !
-ભાવેશ ભટ્ટ
No comments:
Post a Comment