એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ, હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર િસતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’, કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
Mariz
No comments:
Post a Comment