ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, April 8, 2015

મારો જોગી જસદણવાળો લખે છે.....

દરિયા વચાળે સાવ છે,તકલીફ તો થસે.
પાણી ભરેલી નાવ છે,તકલીફ તો થસે.

કુવો હોય કપાળે તો જીવી જવાય પણ.
ઉંડી હ્રદયમા વાવ છે,તકલીફ તો થસે.

પાના હજુ બાટવા પડશે ફરી ફરી,
માથે જુગારી દાવ છે,તકલીફ તો થસે.

પીડા નહિ આપે આજ તો એ કાલ આપશે.
સ્વજન તણો આ ઘાવ છે,તકલીફ તો થસે.

ને પકડી અમારો હાથ બોલ્યા બધાજ વૈદ્યો,
હ...હ...હ...પ્રેમ તણો આ તાવ છે, તકલીફ તો થસે.

-જોગી જસદણવાળા

No comments:

Post a Comment