.
જોયો હતો પ્હેલાં મને એવી નજર લાવો તમે,
ધડકી ઉઠે આ દિલ અમારું એ અસર લાવો તમે.
વર્ષો ગયાં છે ઘાવમાં એ રૂઝ જેવું લાવતાં,
તેને ફરી ના ખોતરી લોહી-ટશર લાવો તમે.
સોદો અમારે પ્રેમનો આજે કરી લેવો જ છે,
આવું તમારી હાટમાં થોડી કસર લાવો તમે.
સંબંધમાં ચાલે નહીં ટીપું ભળે જો સ્વાર્થનું,
પણ સ્નેહનું હો મેળવણ , પૂછ્યાં વગર લાવો તમે.
આ જિંદગીની રાહમાં ચાલી હવે થાક્યો 'રતન',
પામું વિસામો થાકમાં એવી ખબર લાવો તમે.
-અલગોતર રતન 'નિરાશ'
No comments:
Post a Comment