ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, December 19, 2015

જો ભમરો પણ ભૂલ કરી ગ્યો ...

જો ભમરો પણ ભૂલ કરી ગ્યો ,
ફોરમ  જોઈ  સઘળું  સરી ગ્યો .

મનમાં  ફૂલ   જરા   ઊગાડું ,
ઈર્ષા  કંટક  જોઈ   ડરી ગ્યો .

જે   થાશે   તે  સારું  જ  થશે .
ખાલી સમજણથી હું ખરી ગ્યો .

સઘળે શોધ્યા શ્વાસે મળ્યા
જીવણ ને  જોઈ  હું  ફરી  ગ્યો .

ચાલ  હશે  એક   મુકામ  હજી !
હું ગઝલ લખી નગર તરી ગ્યો .

કવિ જલરૂપ
મોરબી

No comments:

Post a Comment