શ્યામ મને ફેસબૂક ફાવે નહિ,
તુય કેવો નફફટ મને ઊંઘતી જગાડે, પણ સપનામા આવે નહિ,શ્યામ મને ફેસબૂક ફાવે નહિ....
તારા સ્ટેટસ પર ઢગલો કમેન્ટસ અને સોળસો લાઇક્સ તારા ખાતે,
રાત-દિવસ ઓનલાઇન રહયા કરે ફીરભી હમ ક્યુ મીલ ન પાતે?
વેઇટીંગ કરતા આઇસ લાલઘુમ થાય,
છતા તારા મેસેજ કોઇ લાવે નહી,શ્યામ મને ફેસબૂક ફાવે નહિ.....
નોટીફીકેશન છે કોરા ધાકોળ ને પ્રોફાઇલ પિક્ચર મારુ આછુ,
ક્લોજ ફ્રેન્ડ એક મારો શ્યામ બીજુ ઓપન ગ્રુપ કોરુ ચોમાસું,લોગાઉટ થવાની છેલ્લી અણી પર છુ,
તુ આવિને મુજને સતાવે નાહિ શ્યામ મને ફેસબૂક ફાવે નહિ.....
-જોગી જસદણવાળા
No comments:
Post a Comment