ગુલાબી આદમી છઈએ, રુવાબી આદમી છઈએ,
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ…
હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
મળે તે માણીએ હાજર જવાબી આદમી છઈએ…
અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ,
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ…
નથી હેવાન કે તારો કરીએ ના કશો આદર,
ખુશીથી આવ, ઓ ખાનાખરાબી, આદમી છઈએ…
ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબ્બતનાં,
કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ…
– અમૃત ‘ઘાયલ’
No comments:
Post a Comment