ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, May 1, 2015

સુજ્ઞ સારસ્વત મિત્રો, ૧લી મે ૨૦૧૫, ગુજરાત સ્થાપનાદિનના પવિત્ર અવસરે બધા વાચકોને જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત! સાથે દિલથી શુભકામના....

જય! જય! ગરવી ગુજરાત!
જય! જય! ગરવી ગુજરાત!
દીપે અરુણું પ્રભાત
જય! જય! ગરવી ગુજરાત!
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. –
ઊંચી તુજ સુંદર જાત જય! જય! ગરવી ગુજરાત!
ઉત્તરમાં અંબામાત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.
છે સહાયમાં સાક્ષાત્
જય! જય! ગરવી ગુજરાત!
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટનાજુદ્ધરમણ ને રત્નાગર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;
સંપે સોહે સહુ જાત જય! જય! ગરવી ગુજરાત!
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ;
તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત;
જન ઘૂમે નર્મદા સાથ
જય! જય! ગરવી ગુજરાત!

No comments:

Post a Comment