પ્રતિક્ષા કરતી રહી !
રાતભર રોશની તલવારની ધાર જેમ
એક ધયાનમા ઝગમગાટ બળતી રહી
વાયરાની સાથે દરેક ક્ષણમાં
મિલન ની પ્રતિક્ષા કરતી રહી
આંખમાં એક સુખનું ઝોલુ આવયુ
નીંદર પળવારમાં અલોપ રહી
પ્રેમના કિનારા પર ઊભો રહીને
જિંદગીભર પૄતિક્ષા કરતી રહી
ક્ષિતિજોના ઓળામાં આકૃતિ જેમ
મંઝિલરૂપી જહાજ દોડાવતી રહી
કૈફી ઢ્ર(!)વણ હૈયામાં રાખીને
બહારથી હું હષઁમા મલકાતી રહી
એથી વહી રહયા કિનારા પરથી દૂર દૂર
એવી કસ્તીઓની પ્રતિક્ષા કરતિ રહી.
▪ચુડાસમા લાલજી "લાલુ"
No comments:
Post a Comment