ગઝલ
કંઠસ્થ આ મારી ગઝલ રાખો હવે.
શબ્દો મહીં ઉઠી અલગ ભાતો હવે.
તો થનગની ને મોર માફક ઝુમજો,
ઝાંઝર પહેરી બાગમાં નાચો હવે.
ભીતર કશું પીડા સમું, અવસર સમું,
છે,આજ આખો વેદ છે વાંચો હવે.
સૌથી અલગ રીતે હું ચાહું આપને,
શબરીના નામે બોર છે ચાખો હવે.
ખારો દરિયો ને નદી મીઠું મધુ,
કેવા અહીં આ ભેદ છે લાખો હવે.
-વિપુલ પંડ્યા ‘સહજ’
(આભાર-દિપક બગડા)
No comments:
Post a Comment