ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, June 29, 2015

ફાટેલા ગોદડાના કાણામાં બીલોરી કાચ ઉગ્યો છે,

ફાટેલા ગોદડાના કાણામાં બીલોરી કાચ ઉગ્યો છે,
ઇચ્છાના કેન્દ્રીકરણ થી વાસના નો ઘટ્ટ રગડો,
આખા શરીર પર ચડાવી દેશે,
પોપડો,
તંદ્રા નો,
ધોળા રણ ની તીરાડો વાળી ફર્શ જેવો.
પણ હું જાટકીને બેઠો થઇશ,
કાંધી પર જામેલી ઘુળ ના ઢગલા,
એમા પુર્વજો એ મુકેલા,
વણ સેવાયેલા,
શમણાના ઇંડા મળી આવવાની પુરી શક્યતા હોવા છતા,
કાચા કોઠા ના ગર માફક વિવશતા નો ડુચારો કોઠે પાડી,
હું ઉઠીશ ,
એક દીવસ,
બીલોરી કાચ ને પેલે પાર જવા,
હું ઉઠીશ.
-મહાગુહા

No comments:

Post a Comment