વિટંબણાથી મને ડરાવ ના,
નયનમાં હેત ઉભરાવ ના,
તેવા સંબંધો ની સમજણ લાવ ના.
નદી ને સરોવર બનાવ ના,
પ્રેમના જળ ને અટકાવ ના,
તેવા સંબંધો ને ફૂલથી સજાવ ના.
દિવસના તેજને રાત બનાવ ના,
અજ્ઞાન ને જ્ઞાન થી બચાવ ના,
તેવા સંબંધો ને તેજથી ફેલાવ ના.
દુ:ખને હષઁ થી છલકાવ ના,
હદયમાં સુખને વસાવ ના,
તેવા સંબંધો ને અટકાવ ના.
સ્નેહ ને વરસાદ બનાવ ના,
ચોમાસામાં વષાઁને છળાવ નાં
તેવી હેતની હેલી ને વરસાવ ના.
મિલન ની ક્ષણને લંબાવ ના,
તૃષા ને આમ તડપાવ ના
તેવા"લાલુ"સંબંધોને રચાવ ના.
▪ચુડાસમા લાલજી "લાલુ"
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Saturday, June 20, 2015
વિટંબણાથી મને ડરાવ ના,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment