મિત્રને પગમાં કાટો વાગતા,
હેતથી ખંભાનો ટેકો આપતો હું
વન-વગડામાં ટોળીમાં ફરતા,
સુખ-દુ:ખમાં સાથ આપતો હું
ઘી-ગોળ-દૂધનો શિરામણ કરતો,
માં ના હેતથી ભીંઝાતો હું
લખોટી-ભમરડો ને સંતાકૂકડી,
રમતમાં હળીમળી ને રમતો હું
વરસતા વરસાદમાં મોર જેમ,
નદીનાં જળમાં ધમ્ કૂદતો હું
શાળામાં એક દિવસની ગૂલી મારતો,
ખેતરોમાં ચોરો બની ને ફરતા અમે.
ગણિત-ગુજરાતીનું બાકી લેશન કરતો,
શિક્ષાના ડરમાંથી આઝાદ કરતો હું.
લડતો-ઝઘડતો મારો ભેરુ
અબોલા લેતો તો, લાડ કરતો હું
સુખથી ભરેલું સ્મરણનું સરોવર,
"લાલુ" એકમેકમાં છલકાતા તુ ને હું.
▪ચુડાસમા લાલજી "લાલુ".
No comments:
Post a Comment