વમળ ની જેમ વાત ગોળ ભમે છે,
સહુ ને નોકરી ની શોધમાં ફેરવે છે.
કેવા દિવસો દુઃખ માં જીરવે છે ?
જાણે પુસ્તકોની દુનીયામાં સૂવે છે.
કોઈ જટીલ કોયડામાં અટકે છે,
તો ગુજરાતના નકશામાં ભટકે છે.
સુખના દિન જોજન દૂર સરકે છે,
તો મનમાં વાવાઝોડા જેમ ભટકે છે.
છોકરી ની તપાસમાં ફરકે છે,
તો હદય ના માળામાં જઈ અટકે છે.
નશીબની રેખામાં ચમકે છે,
તો મહેનતના ખેતરમાં ખેડે છે.
દરીયા જેવુ સાહસ કરવા ચડે છે,
તો સુકાન ને મંઝીલની તરફ રાખે છે.
ધીરજતા ની કસોટીઓ આપે છે,
તો બધા નોકરી ની શોધમાં જપે છે.
દોસ્તો,મંઝીલ નો કિનારો સામે છે,
"લાલુ" નોકરી જ છોકરીમાં ફેરવે છે.
▪ચુડાસમા લાલજી
No comments:
Post a Comment