ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, July 15, 2015

(  જીવનની ભુલ-ભુલામણી )


ભુલ ભુલામણી થી ભરેલી છે આ જીવનની ગુફા
કેટલાક દરવાજા ખોટા છે તો કેટલાક રસ્તા ખોટા છે
           છતા આ ગુફા ની બહાર નીકળવું તો છેજ !
સાથે નથી કોઇ ભોમીયો કે નથી કોઈ સાથી
નથી સુર્ય રુપી પ્રકાશ કોઇ કે નથી કોઇ ચંદ્ર રુપી તેજ
            છતા મંઝીલ ને પામવી તો છેજ !
જીવનની આ ગુફા માં ક્યારેક લાગે દરવાજો જડી ગયો
          જય ને જોવામાં આવે તો , ત્યાં દીવાલ નીકળે
અને ક્યાંક બધા દરવાજા બંધ થયેલા જોવા મળે
           ત્યાજ કોઇ ખુણા માંથી ચાવી નીકળે
ભુલ ભુલામણી થી ભરેલી છે આ જીવનની ગુફા
કેટલાક દરવાજા ખોટા છે તો કેટલાક રસ્તા ખોટા છે
           છતા આ ગુફા ની બહાર નીકળવું તો છેજ !

- મહેન્દ્ર ઝણકાટ

No comments:

Post a Comment