જોઇ વ્રુક્ષને લપેટાઇ રહેલી એ વેલી,
મને યાદ આવી ગઇ મારી બચપન એ સહેલી,
મુજમા મસ્ત હતી ને મારામા જ હતી એ ઘેલી,
નદીના કિનારે જ અમે પ્રેમની એ રમત ખેલી.
નથી આજ મારી પાસે એ સહેલી અને નથી પેલી વ્રુક્ષને લપેટાઇ રહેલી એ વેલી,
જાણે પ્રિતની એ મૌસમ પણ બની ગઇ છે એક પહેલી.
-ઘનશ્યામ(શ્યામ)
No comments:
Post a Comment