વ્યથાઓ ની કથાઓથી
ધધકતી છે ધરા સારી,
વ્યથા મારી વ્યથા તારી
રચાવે છે ગઝલ સારી.
બને શબ્દ એ ભારી
વ્યથામાં ડૂબકી મારી.
સુણાવે છે એ જયારે
કથા તારી કથા મારી.
લખાય છે લોહીથી શબ્દો,
ઘવાઈ જયારે કલમ મારી.
સહાસે શું આ કાગળ થી?
વ્યથાની આ ચિનગારી.
સહારો છે સહારો દે,
બની ને પ્રેરણા મારી.
તડપતા પ્રતેક પ્રેમીને,
જીવાડે છે ગઝલ મારી.
હાર્દ
No comments:
Post a Comment