ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, July 10, 2015

ન આવ કલ્પના, ન વિચારો ન ખ્વાબમાં,

ન આવ કલ્પના, ન વિચારો ન ખ્વાબમાં,
તું પણ હવે ન જોઇએ તારા જવાબમાં.

બીજી છે એની શોભા કે ખાલી પડી રહે,
ફૂલો ન હો તો કંઇ ન ભરો ફૂલછાબમાં.

પીતો રહ્યો સુરા કે ન બદનામ કોઇ હો,
લોકો કહે ખુવાર થયો છે શરાબમાં.

એવો ડરી-ડરીને હું જન્નત તરફ ગયો,
જાણે કે એની ભૂલ થઇ છે હિસાબમાં.

જામી રહ્યો છે એમ અમારા પ્રણયનો રંગ,
ધીમી ગતી જે હોય છે ખીલતાં ગુલાબમાં.
—મરીઝ

No comments:

Post a Comment