કોક સુખને રોજ દેખાડ્યાં કરે,
કોક દુ:ખને રોજ સંતાડ્યાં કરે.
આંસુઅો માટે બધાં આ માણસો,
આંખમાં વરસાદને વાવ્યાં કરે.
આ સૂનાં ઘરનાં ખૂણેખૂણે હજી,
હાજરી તારી સતત લાગ્યાં કરે.
લોક તો એની રીતે બાળે મને,
ને ગઝલ અંદરથી અજવાળ્યાં કરે.
હાથમાં ક્યારેય પણ જકડે નહીં.
બસ મને એ શ્વાસમાં બાંધ્યાં કરે.
દૂર રાખે છે સતત જે જે મને,
એ જ મારી કાળજી રાખ્યાં કરે.
-મહેશ મકવાણા
No comments:
Post a Comment