ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, August 24, 2015

આપ ચાલો એ લયમાં ચાલે છે
આ કલમ એક વિષયમાં ચાલે છે !

સવપ્નમાં રાતના ઊડે છે એ
જે દિવસના સમયમાં ચાલે છે !

કંઇક બોલે તમારી ધડકનમાં
એ જ મારા હ્રદયમાં ચાલે છે !

ડગમગે કોઈ, કોઈ દોડે છે
સર્વ પોતાની વયમાં ચાલે છે !

કઇ જગ્યાએ સુરંગ મૂકી હો
લોક સઘળાં જ ભયમાં ચાલે છે !

જીવવાનું ન જીવવાનું પણ
આ બધું તો પ્રણયમાં ચાલે છે !

No comments:

Post a Comment