જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી?
જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી?
જયારે પવન રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી?
જયારે ધબકારા રિસાઈ જાય તો,
દિલ ને શું ફરિયાદ કરવી?
જયારે ખુશ્બુ રિસાઈ જાય 'અનેરી'
તો ભગવાન ને શું ફરિયાદ કરવી?
-અંકિતા છાંયા 'અનેરી'
No comments:
Post a Comment