જરૂર તું આવે છે
સીમાડે મોર એક ગહેક્યો, જરૂર તું આવે છે,
આ સુકો પવન આજ મહેક્યો, જરૂર તું આવે છે!
આભમાં રંગો ખીલ્યા, હતી સંધ્યાની અદા નિરાળી,
રાતે ચાંદ આવી મારા પર ઢળકયો, જરૂર તું આવે છે!
સુંવાળા સપના સજાવી, જરા આડું પડખું જ્યાં કીધું,
તારો ચહેરો મારી આંખમાં મલક્યો, જરૂર તું આવે છે!
હાથ પર પતંગિયું બેઠું, પછી જરા હસી ને ઉડ્યું,
એક ભમરો આવીને કાનમાં ગુંજ્યો, જરૂર તું આવે છે!
ઉગમણી એક વાદળી ચડી, આભલે વીજ આમ ચમકી,
ઝરમર ઝરમર વરસાદ વરસ્યો, જરૂર તું આવે છે!
મનમાં મિલનના મોજા ઉછળે, દિલ દરિયે તોફાન જાગે,
તારો ‘મંજિલ’ મિલનનો તરસ્યો, જરૂર તું આવે છે!!
-દિપક લકુમ ‘મંજિલ’
No comments:
Post a Comment