આ શું કે જીવવાનું કારણ વગર;
આ શું કે મરવાનું કારણ વગર.
કોઈ ધારો નથી નફા ખોટ નો અહીં;
માત્ર શ્વાસો ખર્ચવાનું કારણ વગર.
મૃગજળ છે એને કહી દો છેતરે નહી;
સતત કેટલુક હાંફવાનું કારણ વગર.
એ તો કહી દે છે આ લાગણી છે મારી;!
આવું એ સાચું માનવાનું કારણ વગર.
તૈયાર થઈ ને બેઠો હોય તોય શું ?"આભાસ"
દર્પણમાં જોયા કરવાનું કારણ વગર.
-આભાસ
No comments:
Post a Comment