ફરી એક સપનું એે પડખું ફર્યુ છે,
અને માછલીમાં સરોવર તર્યું છે.
હતી બંધ બારી તો ભીંતોએ ઉઘડી,
સ્વપ્નોનું ઘર કેવું ઝળહળ કર્યું છે.
સપનું એ બેઘર કરું કઇ રીતે હું?
એ બાળકની માફક અહીં ઉછર્યું છે.
નજરકેદ સપનાંની છાતી ઉપર લો,
ફરી એક ઇચ્છાએ ખંજર ધર્યું છે.
વરસસે હવે મેઘ રંગીન રંગીન...
અમે સ્વપ્નથી લો ગગન ચિતર્યું છે.
~ પંકજ મકવાણા
No comments:
Post a Comment