સંબંધોમાં તિરાડ કરીને,
દીવાલો ચણતો જાય છે.
આ માણસ ઉતરતો જાય છે.
ક્યાંક થોડો તો ક્યાંક વધારે,
એનો સુરજ ડૂબતો જાય છે.
આ માણસ ઉતરતો જાય છે.
ન કહેલી વાતોને પકડી,
શબ્દો ના અર્થ માં અટવાય છે.
આ માણસ ઉતરતો જાય છે.
ક્યાં કમી છે પ્રેમની છતાં,
નફરત માં ડૂબતો જાય છે,
આ માણસ ઉતરતો જાય છે .
વાતો અને વિચારોના વિવાદ સર્જી,
રોજ કપાતો જાય છે
આ માણસ ઉતરતો જાય છે.
આ મારું ને આ તારું,
એવા ભેદો કરતો જાય છે
આ માણસ ઉતરતો જાય છે.
જાતિ, ભાતી ને ધર્મથી પીડાતો,
એ ક્ષણે ક્ષણે રૂંધાય છે,
આ માણસ ઉતરતો જાય છે.
હાર્દ
No comments:
Post a Comment