ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, September 26, 2015

પાછી સવાર થઈ રાબેતા મુજબ.....

પાછી સવાર થઈ રાબેતા મુજબ;
આજે ફરી હું ઉઠયો રાબેતા મુજબ.

ગોખ માં ભગવાન રાબેતા મુજબ;
મંદિરનાં એજ ભક્તો રાબેતા મુજબ.

જીંદગીની દોડધામ રાબેતા મુજબ;
સતત હાફતા શ્વાસો રાબેતા મુજબ.

ભીડ ભર્યો રસ્તો રાબેતા મુજબ;
માર્ગ એમાંથી જ કાઢવો રાબેતા મુજબ.

કરવી પડે છે વેઠ રાબેતા મુજબ;
ભરવા માટે પેટ રાબેતા મુજબ.

ફરી સાંજની એકલતા રાબેતા મુજબ.
આંસુની એ ધાર રાબેતા મુજબ.

પરિવાર ની હુંફ રાબેતા મુજબ,
પછી રાતની ઊંઘ રાબેતા મુજબ.

એક ઓર વધુ રાત રાબેતા મુજબ;
કાલે નવી થશે સવાર રાબેતા મુજબ.

-આભાસ

No comments:

Post a Comment