તારા હોવાનો ભાસ મને ક્ષણ ક્ષણ સતાવે છે,
મારો દરેક શ્વાસ તારી યાદ લઇને આવે છે!
થાય વીજ ચમકારો જાણે તુ હસી પડી,
પછી ઝરમર વરસાદ થઈ મને પ્રેમથી ભીંજવે છે.
તેં જ તો ટેવ પાડી છે મને હવામા બાથ ભરવાની,
અજવાળાંને અંધારામાં હંમેશ થી અથડાવે છે.
આમ તો ઉદાસીના અંધારા જ હોય છે આંખમાં,
તુજ તો નયનમા મારા આવીને સપના સજાવે છે.
આંખોની ભ્રમણાથી ખેલી, તુ દૂર ચાલી નીકળી,
ને પછી આમજ 'મંજિલ' ને મિલનની રાહ જોવડાવે છે !
-દિપકભાઈ જી. લકુમ ‘મંજિલ’
No comments:
Post a Comment