આવવાનું એ કહે તો આવશું,
પણ જવાનું જો કહે તો ક્યાં જશું !
વસ્ત્ર પહેરેલાં છે તે બદલાવશું,
એટલે કે વચ્ચે કાઢી નાંખશું !
ગીત ગણગણતાં ય આવડતું નથી,
એ કહે કે ગાવ ત્યારે બોલશું!
એ અહીં કંઈ પણ ન લખતાં હોય છે,
વાંચશું તો શું અહીંયા વાચશું ?
પગ હતાં તે ઝાડનાં થડ થઈ ગયાં,
આવ, નીચે મૂળ માફક ચાલશું!
લાશ જેવાં હોઈએ છીએ અને
આપણે સાથે હશું તો જીવશું !
- ભરત વિંઝુડા
No comments:
Post a Comment