આઈનાને છેતરવા જેવો ખરો,
માયલાને છેતરવા જેવો ખરો.
કંઈતો નિકળશે ભીતરે ધીરેથી,
હ્રદય ને ઉંડેથી કોતરવા જેવો ખરો.
મહામુલો છે અવસર જીવનનો,
મરણને હળવેથી નોતરવા જેવો ખરો.
જીતી જઈશ બાજી સમજણ ની રમતમાં,
જોકરનો પાનો ઉતરવા જેવો ખરો.
એમતો ક્યાં આવે છે હાથમાં દર્દ?
એટલે નામ એનો ખોતરવા જેવો ખરો.
ના આવડે તો છબછબીયા કરજે,
"આભાસ" ભવ સાગર તરવા જેવો ખરો.
-આભાસ.
તા-19/10/15
No comments:
Post a Comment