જીવવા ખાતર,
મરવા ખાતર.
પાન પીળુ થયું,
ખરવા ખાતર.
ડુબી ગયા હતા,
તરવા ખાતર.
ઠેસ વાગે કેમ?
વાગવા ખાતર.
કેવી કરે વેઠ,
પામવા ખાતર.
ગયા ઉંડા બહું,
જાણવા ખાતર.
કરે યાદ તને,
કરવા ખાતર.
હોઠ મલકાવે,
હસવા ખાતર.
આંસુથી દેખાવ,
રડવા ખાતર.
સપના બતાવે,
જાગવા ખાતર.
રમતા મુક્યા જો,
રમવા ખાતર.
શણગાર કીધો,
સજવા ખાતર.
ભુલી ગયા હતા,
ભુલવા ખાતર.
"આભાસ" ચેતવે,
ચેતવા ખાતર.
-આભાસ.
તા-25/10/15
No comments:
Post a Comment