કેમ તરછોડી જતો રહ્યો?
કેમ ડુમો છોડી જતો રહ્યો?
એવુ શું ખુટ્યુ મુજમાં કે તું?
કેમ શ્વાસ છોડી જતો રહ્યો?
તારે કારણે ઝાકમઝાળ આ,
કેમ સાથ છોડી જતો રહ્યો?
મંઝિલ મળશે ધીરજથી,
કેમ રાહ છોડી જતો રહ્યો?
શુ જોયું દર્પણ ""આભાસ",?
કેમ જાત છોડી જતો રહ્યો?
-આભાસ.તા-12/10/15
No comments:
Post a Comment