કેમ તારી હાજરી જીરવાતી નથી,
શાયદ તારી યાદો સમાતી નથી.
બહું સન્નાટો છવાઈ ગયો છે ભીતર,
એટલે જાત ખોલી ને હસાતી નથી.
કેટલાય સમંદર ભરીને બેઠી હોય છે,
ઠેસ લાગતા આંખો એમજ છલકાતી નથી.
જે હોય છે તે તારો "આભાસ"હોય છે,
ડુબકી માર્યા વગર જાત ઓળખાતી નથી.
-આભાસ
No comments:
Post a Comment