રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ
પરીક્ષા દઈએ ,
કાં તો સ્કુલમાં ,કાં ટયુશનમાં ,કાં ટેન્શનમાં રહીએ
નથી એકલા પાસ થવાનું ટકા જોઇએ મોટા .
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા
એચ ટુ ઓ ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું
થઈએ ?
રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ
પરીક્ષા દઈએ ,
થાકું, ઊંઘું ,જાગું ત્યાં તો સામે આવે બોર્ડ
હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ
પ્રવાસ ચાલુ થાય નહી એ પહેલા હાંફી જઈએ .
રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ
પરીક્ષા દઈએ,
રામ, કૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ
પરીક્ષા ?
એના પપ્પા ક’દિ માંગતા એડમીશનની ભિક્ષા ?
કોની છે આ સીસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ .
રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ
પરીક્ષા દઈએ.
– કૃષ્ણ દવ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Sunday, October 11, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment