ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, October 19, 2015

ચાંદની નીકળી - મુહમ્મદઅલી વફા.


કેમ બેસૂરી બધીયે વાંસળી નીકળી
જે ધરા પર પગ હતો એ પાંગળી નીકળી.
જાનનાં જામીન જ્યારે એમને મળ્યા પછી,
ઓઢવાને એ શહીદી આંગળી નીકળી.
પ્યારનો પહેલો સબક જ્યાં યાદ પણ ના થયો
ફટ દઈ આખા જિગરની માગણી નીકળી.
રાતના ઝૂલ્ફો છવાયા જામ કેફો ના લઈ,
એ નશાને માણવા ખુદ ચાંદની નીકળી.
ને ભરમ તૂટી ગયો જ્યારે જરા પરદો હટ્યો
તેગ જેને મેં ગણી એ ટાંકણી નીકળી.
વાત તો તારી હતી ને હું ‘વફા’ચર્ચાઈ ગયો
ઈ અને ઊની જરા કંઈ બાતમી નીકળી.
-મુહમ્મદઅલી વફા

No comments:

Post a Comment