કોણ ખોટું ખોટું બકે છે કે'તો જરા!
કોણ આવા કાન ફુંકે છે કે'તો જરા!
જીવનને કોણ ડરાવી ગયું હમણાં,
કેમ મોત આખી રાત રુવે છે કે'તો જરા!
મોતની બીક નથી મુજને જરાય,
આવી સુફિયાણી વાત કોણ ફેલાવે છે કે'તો જરા!
ઘરમાં કોઇ નું કંઈ હાલે નહિં ને પાછા,
કોણ પોતાને પંચમાં પુછાવે છે કે'તો જરા!
હંમેશા સાથે જ છે તમારો જ "આભાસ"
પછી કેવા કેવા ભ્રમણા બતાવે છે કે'તો જરા!
-આભાસ
તા-14/10/2015
No comments:
Post a Comment