ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, October 26, 2015

અર્થની લાશથી આવે છે નરી વાસ હવે

અર્થની લાશથી આવે છે નરી વાસ હવે
રૈ' ગયા મારી કવિતામાં ફક્ત પ્રાસ હવે
કેટલાં વર્ષ વીત્યાં એ જ સમસ્યાઓ રહી
કોઇ આવે અને લાવે નવો વિશ્વાસ હવે
આંસુઓમાં ય દિલાસાના ચિરાગો ન જલ્યા
આથી શું હોય વધુ સ્વપ્નનો ઉપહાસ હવે
અંધકારે તો વસાવી લીધું ઘર સૂરજમાં
કોની આંખોમાં તમે શોધો છો અજવાસ હવે
હાથ ઝાલીને ગરીબીનો બજારો વચ્ચે
ચીંથરેહાલ ફરે દેશમાં ઈતિહાસ હવે
એ જ આશા ને નિરાશા ને હતાશા આદમ
ચુપ છે ભાષા કે તમાશા નથી કૈં ખાસ હવે
-શેખાદમ આબુવાલા

No comments:

Post a Comment