એ ગોરી એ ગોરી ,
દિલડું લીધું તે ચોરી .
તારી આંખો ચકર વકર ;
ઝુલ્ફો તારી લઘર વઘર .
કેમ રે ! કહું તને ગોરી
સનેડો લાગ્યો મને છોરી
ચાલ તારી ચલ્લક ચલ્લક
તારી ઝાંઝરી છલ્લક છલ્લક
કેમ રે ! કહું તને ગોરી ;
સનેડો લાગ્યો મને છોરી
કેડ તારી અલ્લક દલ્લક ;
તારી વાતું મલ્લક મલ્લક .
કેમ રે ! કહું તને ગોરી ;
સનેડો લાગ્યો મને છોરી
એ ગોરી એ ગોરી
દિલડું લીધું તે ચોરી .
કવિ જલરૂપ
મોરબી .
No comments:
Post a Comment