કટોરો લઈને ધરે છે હવે ;
જરા એજ ખિસ્સા ભરે છે હવે.
બધી ડાળ તૂટી ગઈ છે છતાં ;
પંખી શું ત્યાં માળા કરે છે હવે ?
નકામી નકામી ચર્ચા છે બધે !
અને સમય ખોટો મરે છે હવે .
વહાણો હજી આંખમાં જીવી ગ્યા ;
કિનારા ઉપર શું તરે છે હવે ?
મળે વાદળો પ્રેમથી તો જરા
સમજવું ચોમાસું ફરે છે હવે .
કવિ જલરૂપ
No comments:
Post a Comment