આ નજર થી હૈયું વિંધાતું જાય છે.
પલપલ શમણું રંગાતું જાય છે.
છે કુંજમા રહેવાની આદત મને.
કોયલ સરખું મન મુંઝાતુ જાય છે.
છે તારી યાદ થી ઘેરાયેલું એકાંત.
લોક નજર સામે ચીંધાતું જાય છે.
વધી રહી છે બેપરવાઈ હવે,
મન ખુદ થી છિનવાતું જાય છે.
ધીરજે લીધા છે અબોલા મુજ થી,
સમયનું મૌન ચિરાતું જાય છે.
લાગે છે સંબંધોને ઊકળાટ જેવું,
એકાંત પરસેવે ભીંજાતું જાય છે.
" दाजी "
No comments:
Post a Comment