હાલ સંભળાવું કહાણી ,
એક રાજાને બે રાણી .....
પેલી ધોળી છે પાછી મારકણી ,
બીજી કાળી ને વળી વઢકણી .
એક રાજાને બે રાણી.....
ધોળી વાતે વાતે ગામ ગજાવે ,
કાળી ને હવે કોણ સમજાવે .
એક રાજાને બે રાણી.....
રાજાના કોણ માને બે વેણ ,
વળી રાણીઓ કરે ટેણપેણ .
એક રાજાને બે રાણી.....
રાણીઓ મારી સાણી સાણી ;
કરી દે પરસેવે પાણી પાણી .
એક રાજાને બે રાણી.....
હાલ સંભળાવું કહાણી ,
એક રાજાને બે રાણી .....
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment